પ્રમુખ શ્રી મહાસભા


શ્રી પ્રફુલ્લભાઈ કેશવજીભાઈ પરમાર

પ્રમુખ શ્રી મહાસભા

અંજાર (કચ્છ)


સલાહકાર પ્રમુખ શ્રી મહાસભા


શ્રી કુંવરજીભાઇ રણછોડભાઇ ટાંક

પ્રમુખ શ્રી મહાસભા

નાગલપર,

અંજાર (કચ્છ)


મુદ્રક, પ્રકાશક અને માનદ તંત્રી


શ્રી ભરતભાઈ વલમજીભાઇ વાઢેર

11, કર્મચારી સોસાયટી-1,

નયા અંજાર (કચ્છ)- ૩૭૦ ૧૧૦,

મો નં: ૦૯૪ર૬૪પ૩૧૭૬


અધ્યક્ષશ્રી,સેતુ સમાજ સંદેશ


શ્રી હિતેશ ભોગીલાલ ચૌહાણ

નયા અંજાર (કચ્છ)- ૩૭૦ ૧૧૦,

મો નં: ૦૯૯૦૯૦૬૯૦૫૭

પ્રમુખ સ્થાનેથી...

         આદરણીય સમાજબંધુઓ આધુનિકતાના આ દોરમાં સોશિયલ મીડિયા સાથે તાલ મિલાવી સેતુ સમાજ સંદેશની પ્રગતી કરવી એ અનિવાર્ય છે. આજે આપણે જોઈએ છીએ તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ ડગલેને પગલે વધી રહ્યો છે. ત્યારે ગત સત્ર દરમ્યાન આદરણીય શ્રી કુંવરજીભાઈ રણછોડભાઈ ટાંક અને સમગ્ર સેતુ સમાજ સંદેશ સમીતી દ્વારા જે વેબસાઈટ લોંચ કરવામા આવી હતી. તે ખરેખર સરાહનીય પગલું હતું સાથે સાથે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણના પ્રયાસોથી એંડ્રોઈડ એપ્લીકેશન પણ આપણે સમાજને અર્પિત કરી ચુક્યા છીએ. એ ખરેખર સોનામાં સુગંધ ભરે છે.

         મિત્રો,મારો ઉદેશ ગત સત્રની સફળતાને આગળ વધારવાનો છે. અને આ કાર્યે માટે મે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણને સુકાન સોપેંલ છે. મને આશા નહિ પણ પુરો વિશ્વાસ છે કે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણ અને તેમની ટીમ ગત સત્રની જેમ જ ખૂબ જ મહેનતથી કાર્યે કરી. આ સફળતાને આગળ વધારશે.આપણા સમાજમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ એનો મુખ્ય ઉદેશ એ છે કે સેતુ સમાજ સંદેશ દરેક હાથમાં પહોંચે પછી ભલે સમાજનો વ્યક્તિ કચ્છ રહેતો હોય કે હૈદ્રાબાદ કે અમેરીકા કે દુનિયાના કોઇ પણ છેડે રહેતો હોય. સેતુ સમાજ સંદેશ સમાજની દરેક વ્યક્તિ નિયમીત પણે મેળવે એ ઉદેશ માટેની આ જહેમત છે. અને ગત સત્ર દરમ્યાન પણ આપણે લોકોને અનુરોધ કરીયે છીએ કે આપણે સેતુ સમાજ સંદેશની વેબસાઈટ નિયમીત રીતે વાંચો આ સંપૂણઁ પણે નિશુલ્ક છે.

         હજુ પણ આપણે લાંબી મંજીલ કાપવાની છે આતો ફક્ત શરૂઆત છે આપણા મહાસભાની બે સમીતીને સોશીયલ મીડિયા સાથે કનેક્ટ કરી તેનો લાભ સમાજબંધુઓ સુધી પહોચાડવો છે. અને આ કાર્યને પ્રથમ ચરણ સેતુ સમાજ સંદેશ અને મેરેજ બ્યુરો દ્રારા કરેલ છે આ બંને સમીતીની વેબસાઈટ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે ખાસ કરીને સેતુ સમાજ સંદેશ દર મહીનાની દસ તારીખે આપણે સમાજબંધુ સમક્ષ નિયમીત પણે નિશુલ્ક ધોરણે મૂકીયે છીએ.

         આ સત્ર દરમ્યાન શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણ અને સંચાલન સમીતીએ નિર્ધાર કરેલ છે કે સેતુ સમાજ સંદેશને ઘરે ઘરે પહોંચાડવુ મારી શુભકામના એમની સાથે છે અને તે લક્ષ્યને સમીતી પાર પાડશે.તેમા કોઈ શકને સ્થાન નથી....

         જય સમાજ...


તા: ૨૩-૦પ-૨૦૧૭
સ્થળ :અંજાર કાર્યાલય
શ્રી પ્રફુલ્લભાઈ કેશવજીભાઈ પરમાર
પ્રમુખ શ્રી,
શ્રી ક.ગુ.ક્ષ.સમાજ મહાસભા

વેબસાઈટ પ્રેરણાસ્તોત્ર...

         શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાનું મુખપત્ર ‘સેતુ સમાજ સંદેશ’ ઈન્ટરનેટના માધ્યમથી દરેક સમાજબાંધવોને સરળતાથી પ્રાપ્ત થઇ રહે તેવો નવો અભિગમ આજે સફળ થઇ રહ્યો છે અને સેતુ સમાજ સંદેશને ઈન્ટરનેટ પર મુકાઇ રહ્યું છે તે માટે હું ખૂબજ હર્ષની લાગણી અનુભવું છું. ‘સેતુ સમાજ સંદેશ’એ સમાજની વિવિધ પાંખો દ્વારા થતી પ્રવૃત્તિઓનો અરીસો છે. જેનાથી આપણે દરેક ઘટક,યુવા મંડળ,મહિલા મંડળ,પ્રાદેશિક સમિતિઓ,અ.ભા.યુવા મહામંડળ, અ.ભા.મહિલા મહામંડળ અને મહાસભા તથા તેમની વિવિધ સમિતિઓની પ્રવૃત્તિઓનો અહેવાલ ભારતભરમાં રહેતા આપણા સમાજ બાંધવોના ઘરે ઘરે પહોંચાડી શકીએ છીએ અને ખાસ તો આ બધા સમાજના અંગો સાથે સમન્વય સાધવાનું કાર્ય ‘સેતુ સમાજ સંદેશ’ બખૂબી નિભાવે છે. મહાસભાની સ્થાપનાથી આજપર્યંત ચાર દાયકા ઉપરના આ સફરમાં ‘સેતુ સમાજ સંદેશ’ મહાસભાની સાથે દરેક ઘટકને જોડી રાખવાનું કાર્ય સફળતાપૂર્વક કરેલ છે.

         તા. ૦૩-૦૬-૨૦૧૪ ના રોજ અંજાર મુકામે મહાસભાનું સુકાન સંભાળ્યું ત્યારથી આજરોજ સુધી છ માસ દરમ્યાન ‘સેતુ સમાજ સંદેશ’ના વાચકો દ્વારા ‘સેતુ સમાજ સંદેશ’ ન મળ્યાની ફરીયાદો મારા સુધી પહોંચી અને ખાસ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર’૧૪ માસના અંકો ઘણાને ન મળ્યાની ફરિયાદ મળી ત્યારે આ બાબતે કંઈક નક્કર પગલા ભરવાની જરૂરીયાત જણાઈ. સેતુ સમાજ સંદેશની સમિતિ સાથે આ બાબતે ચર્ચા–વિચારણા કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ‘સેતુ સમાજ સંદેશ’ને ઈન્ટરનેટ પર મુકવાનો સુજાવ સામે આવ્યો સમગ્ર દુનિયા આજે ઈન્ટરનેટના માધ્યમથી ખૂબજ નાની બની ગઈ છે ત્યારે આપણે આ ટેકનીકનો ઉપયોગ શા માટે ન કરીએ ? આ બાબતે તુરંતજ નિર્ણય લઇ જેમ બને તેમ ઝડપથી ‘સેતુ સમાજ સંદેશ’ને ઈન્ટરનેટ પર મુકવાનો ની નિર્ણય લેવામાં આવ્યો અને શ્રી વિજયભાઈ પ્રાગજીભાઈ પઢીઆર તથા શ્રી હિતેશ ભોગીલાલભાઈ ચૌહાણને આ કાર્ય માટે જવાબદારી સોંપવામાં આવી. કહેતા આનંદ થાય છે કે , શ્રી વિજયભાઈ પઢીઆર ,શ્રી હિતેશભાઈ ચૌહાણ, શ્રી વિનોદભાઈ પઢીઆર અને શ્રી અજયભાઈ પઢીઆર સંનિષ્ઠ પ્રયાસોથી ખુબ જ ટુંકાગાળામાં આ કાર્ય પુરૂં કરી ભિલાઈ મધ્યે આપણે ‘સેતુ સમાજ સંદેશ’ની વેબસાઈટ તૈયાર કરી તેનું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ. મને આશા નહીં પણ વિશ્વાસ છે કે આ કાર્ય સમાજના દરેક સમાજબંધુઓને ઉપયોગી થઇ રહેશે. આવનાર દિવસોમાં સેતુ સમાજ સંદેશ વધુમાં વધુ સમાજબાંધવોને રાષ્ટીય મહાસભાની મુખ્ય ધારા સાથે જોડવામાં અને મહાસભાની પ્રવૃત્તિઓને દરેક સમાજબંધુઓ સુધી પહોંચાડવા માટેનું મુખ્ય માધ્યમ બની રહે તેવી હાર્દિક શુભકામના સહ...

         જય સમાજ...


તા: ૧૮-૧૨-૨૦૧૪
સ્થળ :અંજાર કાર્યાલય
શ્રી કુંવરજીભાઈ રણછોડભાઈ ટાંક
સલાહકાર પ્રમુખ શ્રી , સત્ર ૨૦૧૭-૨૦૨૦
પ્રમુખ શ્રી ,સત્ર ૨૦૧૪-૨૦૧૭
શ્રી ક.ગુ.ક્ષ.સમાજ મહાસભા

સેતુ સમાજ સંદેશ સંચાલક

શ્રી ભરતભાઈ વલમજીભાઇ વાઢેર
શ્રી હિતેશ ભોગીલાલ ચૌહાણ - અંજાર
શ્રી વિનોદભાઈ કેશવજીભાઇ પઢિઆર
શ્રી અજયભાઈ પ્રાગજીભાઈ પઢિઆર
શ્રી મુકુંદભાઈ જેઠાલાલ પરમાર
વિજયભાઈ પ્રાગજીભાઈ પઢિઆર
શ્રી પ્રતિક દિનેશભાઈ ટાંક