આદરણીય સમાજબંધુઓ આધુનિકતાના આ દોરમાં સોશિયલ મીડિયા સાથે તાલ મિલાવી સેતુ સમાજ સંદેશની પ્રગતી કરવી એ અનિવાર્ય છે. આજે આપણે જોઈએ છીએ તેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ ડગલેને પગલે વધી રહ્યો છે. ત્યારે ગત સત્રો દરમ્યાન મહાસભાના પૂર્વ પ્રમુખશ્રીઓ અને સમગ્ર સેતુ સમાજ સંદેશ સમીતી દ્વારા જે વેબસાઈટ લોંચ કરવામા આવી હતી. તે ખરેખર સરાહનીય પગલું હતું સાથે સાથે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણના પ્રયાસોથી એંડ્રોઈડ એપ્લીકેશન પણ આપણે સમાજને અર્પિત કરી ચુક્યા છીએ. એ ખરેખર સોનામાં સુગંધ ભરે છે.સેતુ સમાજ સંદેશના તંત્રી સ્વ.ભરતભાઇ વાઢેરની કોરોના કાળમાં આકસ્મીક વિદાયથી એક શૂન્યાવકાશ પેદા થયો.આ સ્થળે સર્વ પ્રથમ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. મુખપત્રની નવી વ્યવસ્થા મુજબ કો.ઓર્ડિનેટર શ્રીવિનોદભાઇ કેશવજીભાઇ પઢિયાર ,તંત્રી શ્રી વિનોદભાઇ મોહનલાલ ખોડિયાર ,શ્રી વિનોદભાઇ લીલાધર ચૌહાણ, શ્રી અજયભાઈ પ્રાગજીભાઇ પઢિયાર અનેશ્રી હિતેશભાઈ ભોગીલાભાઇ ચૌહાણની અધ્યક્ષતામાં સંચાલન ખૂબ જ જહેમત લઈ અનુકરણીય કાર્યકરી રહ્યા છે તે બદલ સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવું છું.
મિત્રો,મારો ઉદેશ ગત સત્રની સફળતાને આગળ વધારવાનો છે. અને આ કાર્યે માટે મે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણને સુકાન સોપેંલ છે. મને આશા નહિ પણ પુરો વિશ્વાસ છે કે શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણ અને તેમની ટીમ ગત સત્રની જેમ જ ખૂબ જ મહેનતથી કાર્યે કરી. આ સફળતાને આગળ વધારશે.આપણા સમાજમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ એનો મુખ્ય ઉદેશ એ છે કે સેતુ સમાજ સંદેશ દરેક હાથમાં પહોંચે પછી ભલે સમાજનો વ્યક્તિ કચ્છ રહેતો હોય કે હૈદ્રાબાદ કે અમેરીકા કે દુનિયાના કોઇ પણ છેડે રહેતો હોય. સેતુ સમાજ સંદેશ સમાજની દરેક વ્યક્તિ નિયમીત પણે મેળવે એ ઉદેશ માટેની આ જહેમત છે. અને ગત સત્ર દરમ્યાન પણ આપણે લોકોને અનુરોધ કરીયે છીએ કે આપણે સેતુ સમાજ સંદેશની વેબસાઈટ નિયમીત રીતે વાંચો આ સંપૂણઁ પણે નિશુલ્ક છે.
હજુ પણ આપણે લાંબી મંજીલ કાપવાની છે આતો ફક્ત શરૂઆત છે આપણા મહાસભાની બે સમીતીને સોશીયલ મીડિયા સાથે કનેક્ટ કરી તેનો લાભ સમાજબંધુઓ સુધી પહોચાડવો છે. અને આ કાર્યને પ્રથમ ચરણ સેતુ સમાજ સંદેશ અને મેરેજ બ્યુરો દ્રારા કરેલ છે આ બંને સમીતીની વેબસાઈટ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે ખાસ કરીને સેતુ સમાજ સંદેશ દર મહીનાની દસ તારીખે આપણે સમાજબંધુ સમક્ષ નિયમીત પણે નિશુલ્ક ધોરણે મૂકીયે છીએ.
આ સત્ર દરમ્યાન શ્રી હિતેશભાઈ ભોગીલાલભાઈ ચૌહાણ અને સંચાલન સમીતીએ નિર્ધાર કરેલ છે કે સેતુ સમાજ સંદેશને ઘરે ઘરે પહોંચાડવુ મારી શુભકામના એમની સાથે છે અને તે લક્ષ્યને સમીતી પાર પાડશે.તેમા કોઈ શકને સ્થાન નથી....
જય સમાજ...
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાનું મુખપત્ર ‘સેતુ સમાજ સંદેશ’ ઈન્ટરનેટના માધ્યમથી દરેક સમાજબાંધવોને સરળતાથી પ્રાપ્ત થઇ રહે તેવો નવો અભિગમ આજે સફળ થઇ રહ્યો છે અને સેતુ સમાજ સંદેશને ઈન્ટરનેટ પર મુકાઇ રહ્યું છે તે માટે હું ખૂબજ હર્ષની લાગણી અનુભવું છું. ‘સેતુ સમાજ સંદેશ’એ સમાજની વિવિધ પાંખો દ્વારા થતી પ્રવૃત્તિઓનો અરીસો છે. જેનાથી આપણે દરેક ઘટક,યુવા મંડળ,મહિલા મંડળ,પ્રાદેશિક સમિતિઓ,અ.ભા.યુવા મહામંડળ, અ.ભા.મહિલા મહામંડળ અને મહાસભા તથા તેમની વિવિધ સમિતિઓની પ્રવૃત્તિઓનો અહેવાલ ભારતભરમાં રહેતા આપણા સમાજ બાંધવોના ઘરે ઘરે પહોંચાડી શકીએ છીએ અને ખાસ તો આ બધા સમાજના અંગો સાથે સમન્વય સાધવાનું કાર્ય ‘સેતુ સમાજ સંદેશ’ બખૂબી નિભાવે છે. મહાસભાની સ્થાપનાથી આજપર્યંત ચાર દાયકા ઉપરના આ સફરમાં ‘સેતુ સમાજ સંદેશ’ મહાસભાની સાથે દરેક ઘટકને જોડી રાખવાનું કાર્ય સફળતાપૂર્વક કરેલ છે.
તા. ૦૩-૦૬-૨૦૧૪ ના રોજ અંજાર મુકામે મહાસભાનું સુકાન સંભાળ્યું ત્યારથી આજરોજ સુધી છ માસ દરમ્યાન ‘સેતુ સમાજ સંદેશ’ના વાચકો દ્વારા ‘સેતુ સમાજ સંદેશ’ ન મળ્યાની ફરીયાદો મારા સુધી પહોંચી અને ખાસ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર’૧૪ માસના અંકો ઘણાને ન મળ્યાની ફરિયાદ મળી ત્યારે આ બાબતે કંઈક નક્કર પગલા ભરવાની જરૂરીયાત જણાઈ. સેતુ સમાજ સંદેશની સમિતિ સાથે આ બાબતે ચર્ચા–વિચારણા કરી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ‘સેતુ સમાજ સંદેશ’ને ઈન્ટરનેટ પર મુકવાનો સુજાવ સામે આવ્યો સમગ્ર દુનિયા આજે ઈન્ટરનેટના માધ્યમથી ખૂબજ નાની બની ગઈ છે ત્યારે આપણે આ ટેકનીકનો ઉપયોગ શા માટે ન કરીએ ? આ બાબતે તુરંતજ નિર્ણય લઇ જેમ બને તેમ ઝડપથી ‘સેતુ સમાજ સંદેશ’ને ઈન્ટરનેટ પર મુકવાનો ની નિર્ણય લેવામાં આવ્યો અને શ્રી વિજયભાઈ પ્રાગજીભાઈ પઢીઆર તથા શ્રી હિતેશ ભોગીલાલભાઈ ચૌહાણને આ કાર્ય માટે જવાબદારી સોંપવામાં આવી. કહેતા આનંદ થાય છે કે , શ્રી વિજયભાઈ પઢીઆર ,શ્રી હિતેશભાઈ ચૌહાણ, શ્રી વિનોદભાઈ પઢીઆર અને શ્રી અજયભાઈ પઢીઆર સંનિષ્ઠ પ્રયાસોથી ખુબ જ ટુંકાગાળામાં આ કાર્ય પુરૂં કરી ભિલાઈ મધ્યે આપણે ‘સેતુ સમાજ સંદેશ’ની વેબસાઈટ તૈયાર કરી તેનું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ. મને આશા નહીં પણ વિશ્વાસ છે કે આ કાર્ય સમાજના દરેક સમાજબંધુઓને ઉપયોગી થઇ રહેશે. આવનાર દિવસોમાં સેતુ સમાજ સંદેશ વધુમાં વધુ સમાજબાંધવોને રાષ્ટીય મહાસભાની મુખ્ય ધારા સાથે જોડવામાં અને મહાસભાની પ્રવૃત્તિઓને દરેક સમાજબંધુઓ સુધી પહોંચાડવા માટેનું મુખ્ય માધ્યમ બની રહે તેવી હાર્દિક શુભકામના સહ...